જયેષ્થીમલ જ્ઞાતીની બહેનો ભુજના રાજ પરીવારમા "ધાઉમાતા" તરીકે સેવા આપતા.

જેષ્ઠીમલ સમાજ દ્વારા જણાવ્યા મુજબ તેમના સમાજના પુરુષો રાજાના સિપાઇ તરીકે જેઠીમલ સેવા આપતા હતા. જેઠીમલના પુરુષો ઉપરાંત સ્ત્રીઓ રાજપરિવારના કુંવરો માટે 'ધાઉમા' તરીકે સેવા બજાવતી હતી. તેથી આ આખો સમાજ રાજપરિવાર સાથે ઘનિષ્ટ સબંધ ધરાવતો હતો.

જેઠીમલ્લ એ બ્રાહ્મણની ૮૪માંની એક પેટા જ્ઞાતિ છે. આ સમાજના લોકો શરીરે પુષ્ટ હોવાના કારણે રાજાને રાજના રક્ષણમાં ઉપયોગી બનતા. તેથી તેમને કસરત કરવા માટે મહારાવ તરફથી આ અખાડો આપવામાં આવ્યો હતો જ્યાં જેઠીમલ્લના મલ્લ કુસ્તી, કસરત કરતા અને સાધુ-સંતો અહિં રાતવાસો પણ કરતા. તેઓ રાજાના સિપાહી હોવાથી દરબાર ગઢની બાજુમાં જ અખાડો રાખવામાં આવ્યો હતો. જે લાકડાના મગદળથી મલ્લ કસરત કરતા એ આજે પણ અહિં જોવા મળે છે. આ સમાજ મુળ રાજસ્થાનના દેલમાલના રહેવાસી હતા જ્યાંથી કચ્છના મહારાવ તેમને કચ્છ લાવ્યા. એક વાત મુજબ એક શક્તિશાળી મલ્લે લીમડાના વિશાળ વૃક્ષને બાથ ભરીને ઉખેડી નાખ્યું હતું અને એ વૃક્ષની જગ્યાએ માતાજી પ્રગટ થયાં  હતાં એ લીંબજા માતાજી કહેવાયાં જેની સ્થાપના આ અખાડામાં કરવામાં આવી છે. આ અખાડા ઉપરાંત ભુજમાં અન્ય ત્રણ અખાડા આવેલા છે. મંદિરમાં અખાડાના દૃશ્યો દર્શાવતાં ચિત્રો જોવા મળે છે.

Author
Bhuj Memory Project Blog's picture