વિશ્વ ફોટોગ્રાફી દિન નિમિત્તે તસવીર પ્રદર્શન સાથે યોજાઇ 'ફોટોવોક'

કચ્છમાં તસવીરકળાનાં ક્ષેત્રે વર્ષોથી કાર્યરત ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્ધારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે ફોટોવોક અને સ્વ. શ્રી એલ.એમ. પોમલની તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. તેમાં મહિલાઓ સહિત ૨૦૦થી વધુ ફોટોગ્રાફીના શોખીનો ઉમટ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કલેક્ટરશ્રી મહેન્દ્રભાઇ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી ડી.એન. પટેલ, માહિતી નિયામકશ્રી રાઠોડ હાજર રહ્યા હતા. જેઓનું જુદા જુદા તસવીરકારોએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ને અભિવાદન કર્યું હતું. મંચસ્થ મહેમાનોએ કેમેરાને ક્લિક કરીને કાર્યક્રમને સ્ટાર્ટ આપ્યું હતું.

img-20150820-wa0004.jpg
સૌ પ્રથમ ભાગ લેનારાઓએ સ્વ. શ્રી એલ.એમ. પોમલની તસ્વીરો નિહાળી હતી. જે વિષે તેમના પુત્ર હર્ષદભાઈ પોમલે સમાજ આપી. તેમના સંગ્રહમાં લોકજીવન જૂના સમયની બૉલીવુડ અભિનેત્રી કચ્છના પ્રાચીન સ્થળો વગેરેની સુંદર તસવીરોથી મુલાકાતીઓ ખુશ થયા હતા. અંજારમાં ધરતીકંપ પછીના આવાસની બ્લેક એન્ડ વાઇટ તસવીર કે જેણે સ્વિત્ઝરલેન્ડની સ્પર્ધા જીતી હતી તેણે ખાસ્સી ચર્ચા જગાવી હતી. સ્વ, શ્રી એલ.એમ. પોમલનો પરિવાર તેમનો તસવીરકળાનાં કસબી તરીકેનો વારસો જાળવી રાખ્યો છે. દર્શન નિહાળ્યા બાદ તસવીરકારો ફોટોવોક માટે નીકળ્યા હતા જેમાં બસ સ્ટેશન, નવી શાક માર્કેટ, વાણિયાવાડ, શરફબજાર અને પ્રાગમહેલને ફોટોગ્રાફરોએ કચકડે કંડાર્યા હતા.
ફોટોવોક દરમ્યાન તસવીરકારો એ લોકજીવન શાકભાજી લારીવાળા, મોચી, જૂની ઇમારતો વગેરે જેવા વિષયો પર આકર્ષાયા હતા. ફોટોવોક દરમ્યાન અંજાર, ગાંધીધામ ઉપરાંત સમગ્ર કચ્છના જુદા જુદા એસોસિયેશનના સભ્યો હાજર રહ્યા હતા. પ્રકાશ ગાંધી પ્રમુખશ્રી દ્ધારા  પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. મંત્રી આસુતોષ ગોર અને ખજાનચી શ્રી સમીર ભટ્ટે ફોટોગ્રાફર્સને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મયુર પોમલ, અશોક પોમલ, સંજય ઠક્કર, દિનેશ મહેતા, હર્ષદ પોમલ અને ચત્રભૂજ ભાટિયાએ જહેમત ઉઠાવી હતી. અખિલેશ અંતાણી દ્ધારા સંચાલન કરવામાં આવ્યું હતું.

Author
Ashutosh Gor's picture