નયનરમ્ય તેમજ ઐતિહાસિક સ્થળા : કલ્યાણેશ્વર મહાદેવ

વાત કરવી છે ભુજથી આઠેક કી.મી દૂર આવેલા ગડા ગામ મધ્યે આવેલા કલ્યાણેશ્વર મહાદેવની. ગડા ગામે અંદાજે ૨ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા હરિયાળા પ્રાંગણમાં વિશાળ વડલા અને અન્ય લીલાછમ ફૂલ-ઝાડ અનેરા પ્રાકૃતિક નયનરમ્ય વાતાવરણનું સર્જન કરે છે.

કલ્યાણેશ્વર મહાદેવના રાજનીનગર ગુસાઈ છેલ્લા ત્રીસેક વર્ષથી મહાદેવની પુજા કરી રહ્યા છે. તેમની આ બીજી પેઢી છે. પૂજારી વાત કરતાં જળાવે છે કે અહીના વિશાળ પ્રાગણમાં વિવિધ વૃક્ષો અહીના વાતાવરણને નયનરમ્ય બનાવે છે. કલ્યાણેશ્વર મહાદેવ  વિષે એવું કહેવામા આવે છે કે ભગવાન સ્વામિનારયણ અહી રાતવાસો પણ કરી ચૂક્યા છે અને શિવલિંગ ને પોતાના હાથે પાણી પણ ચડાવેલ છે. ભગવાન  સ્વામિનારયણના પગલાં અહી જોઈ શકાય છે.

કચ્છમાં ભિમા શેઠની વાવ જેવી અનેક પ્રાચીન અને ઐતિહાસિક વાવ કયારનીએ જમીન નીચે દફન થઈ ગઈ છે. જરૂર છે નાગરિકો અને તંત્રએ થોડી જાગૃત દર્શવાવાની. નહિતર એવા દિવસો દૂર નથી જ્યારે ઐતિહાસિક વારસો માત્ર તસ્વીરો અને પુસ્તકો પૂરતો મર્યાદિત થઈ જશે.  દર્શનાર્થીઓને બેસવા અને આરામ કરવા સુંદર બેઠક વ્યવસ્થા પણ છે. કેટલાય દર્શનાર્થીઓ અહી પોતાનું જમણ સાથે લાવી ને સમૂહમાં બપોરે ભોજન આરોગતા હોય છે .  કલ્યાણેશ્વર મહાદેવના પરિસરમાં સમયાંતરે નવા- નવા સુધરા - વધારા થતાં રહે છે.  જે દર્શનાર્થીઑ માટે નવી નથી સગવડો નો ઉમેરો થતો રહે છે. સ્થાનિક ગામ વાસીઓ અને મધાપર ના રહેવાસી ઑ નો અવાર નવાર આર્થિક સહયોગ પણ સાંપડતો રહે છે.

ગડાના કલ્યાનેશ્વર મહાદેવ ની વિશેષતા તેની પ્રાચીન અને એતિહાસિક વાવ છે. જે ભિમા શેઠની વાવ તરીકે ઓળખાય છે. પુજારી રજનિગરગૂસાઈ ના કહેવા પ્રમાણે રાજાશાહી નાં સમય ભુજ – અંજાર ની ગાડા -વાટ હતી તે સમયે વાતે માર્ગુ ની તરસ છિપાવવા નાં ઉદેશ થી ભિમા શેઠે પગથિયાં વાળી વાવ બાંધવી હતી. જો કે સમયાંતરે કોઈ કારણ થી પૂરી નાખવામાં આવી. મંદિરના પ્રાગણમાં રાજાશાહીનાં સમયમાં બનાંવવામાં આવેલી રાતવાસો કરી શકાય તેવી ધર્મશાલા આજે પણ મોજૂદ છે. મંદિર નાં ટ્રસ્ટી હરજીભાઇ રત્ના, વોરા રવજી માવજી ભૂડિયા, રામજી વાલજી હીરાણી, પ્રવીણ ખોખાણી, રામજી વરસાણી વગેરે મંદિરના વિકાસ કર્યોમાં સક્રિય રહે છે  

છેલ્લા દાયકામાં કચ્છમાં પ્રવાસન પૂર બહારમાં ખીલ્યો હોવાથી કલ્યાનેશ્વર મહાદેવમાં પણ પ્રવાસીયોનો સારો એવો ઘસારો પણ છે.  મંદિરમાં આવેલા પ્રાગણમાં ઘટાદાર વૃક્ષો હોવાને કારણે ભર બપોરે પણ તડકો નથી લાગતો .

Author
Ashutosh Gor's picture