Latest contents

ગુજરાતીમાં એક કહેવત છે કે "દીકરી બે કુળ તારે", એટલે કે દીકરી પિયરમાં હોય કે પરણીને સાસરાના ઘરે જાય બન્ને ઘરને સાચવે ! પણ સ્ત્રી ઘર સાથે સમાજને પણ ઘણું આપી શકે છે અને બદલાવ આણી શકે છે એ વાત ભુજના કોલીવાસમાં રહેતા 'હનુફઇ"એ સાબિત કરી બતાવી છે.

Article written by jayanjaria on the 13/07/2015 in Governance & empowerment

ભુજ શહેરમાં સ્થાનિક સ્વશાસનના માળખામાં 'વોર્ડ કમિટી' બની છે ત્યારે આ કમિટીઓ દ્વારા શહેરના વોર્ડ ૨ અને ૩માં નાગરિકો માટે આધારકાર્ડ બનાવી આપી ઉપયોગીતા છતી કરી છે. બન્ને વોર્ડમાં ૧૫૦૦થી વધુ આધારકાર્ડ બની ચુક્યા છે તેમજ હાલમાં પણ કામગીરી ચાલી રહી છે.

પરંપરાના સંવર્ધન સાથે "ઇન્દિરા આવાસ યોજના"ને મળી નવી દિશા!

કોઇ પણ પ્રકારનું પ્રોત્સાહન બાળકોને આગળ વધવાની ધગશ પુરી પાડે છે. આ પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય ભુજની સેવી સંસ્થાઓ 'શાહે જિલાન યુવક મંડળ', 'સુશીલ ટ્રસ્ટ' તેમજ 'શ્રી રામકૃષ્ણ યુવક મંડળ'ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.

Blog entry written by shahejilanyuvak... on the 06/07/2015 in Education & awareness

ઉર્જા સ્ત્રોતોનો ઉપલબ્ધ  પુરવઠો અને વધતી માંગને કારણે આજે દેશમાં ઉભી થયેલી ઉર્જાની કટોકટી જોતા પૂ. ગાંધીજી નું વાક્ય યાદ આવે છે:  ‘‘earth provides enough to satisfy every man’s need, but not for every man’s greed. .

Blog entry written by Jagruti Rasikla... on the 30/06/2015 in Energy, Environment, Sanitation

કચરા વીણતા પરિવારની બે દીકરીઓએ સાબિત કરી બતાવ્યું છે કે જેના ઇરાદા ઉંચા હોય છે તેને કોઇ પણ પરિસ્થિતિ નડતી નથી. ભુજની સહજીવન સંસ્થાના માધ્યમથી શહેરના વેસ્ટ પીકર્સ પરિવારની બે દીકરીઓએ શહેરની અંગ્રેજી શાળામાં પ્રવેશ મેળવ્યો છે! તાલપત્રીના ભુંગામાં રહેતી બે બાળાઓ ભણીગણીને કંઇક કરી બતાવવા થનગની રહી છે.

Article written by jayanjaria on the 23/06/2015 in Education & awareness, Urban planning & development

ભુજ શહેરમાં આવેલ શાંતિનગર વિસ્તારની બહેનોએ તેમના સર્વાંગી વિકાસની નેમ લીધી છે. "શાંતિનગર મહિલા મંડળ"ના માધ્યમ દ્વારા આ મંડળની બહેનોએ તેમના વિસ્તારને ઉકરડા મુક્ત તો બનાવ્યો જ છે તેની સાથે સાથે મંડળ દ્વારા શાંતિનગરના બહેનો, યુવાનો શિક્ષિત અને પગભર બને એ માટે નિ:શુલ્ક તાલીમ વર્ગો શરુ કરવામાં આવ્યા છે.

Blog entry written by Shantinagar Mah... on the 22/06/2015 in Education & awareness, Governance & empowerment

“ભુજ બોલે છે" ટીમે કાટમાળમાંથી બેસવા લાયક ઓટલો બનાવવાની વાત મુકાઇ અને તરત જ પોતાની જેલ માટે હંમેશા કંઇક નવું કરવાની તત્પરતા ધરાવતા અધિક્ષકશ્રીએ હા પાડી અને પાલારા જેલના કમ્પાઉન્ડમાં બનાવાયો કાટમાળના પથ્થર અને તુટેલી ટાઇલ્સનો આરામદાયક ઓટલો!

Blog entry written by jayanjaria on the 18/06/2015 in Access to information, Construction & housing, Waste management

કોલેજકાળમાં ધૂમકેતુની વાર્તા “પોસ્ટ ઓફિસ” વાંચતો. તેમાં પોસ્ટ ઓફિસના મકાનનું વર્ણન આવતું. “જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા.” “પોસ્ટ ઓફિસ” વાંચતાં વાણિયાવાડ નાકા બહાર ભુજની સૈકા જૂની કેમ્પની પોસ્ટ ઓફિસ યાદ આવતી. આજે તો આ બધું ભૂતકાળમાં ભુલાઈ જાય છે.

Article written by jayanjaria on the 16/06/2015 in Access to information

“આજથી સાઠથી બાસઠ વર્ષ પહેલાંની વાત છે જ્યારે આના અને પાંચિયા ચલણમાં હતાં ત્યારે આ પંચહટડી વિસ્તારમાં મેં મારી દુકાન શરુ કરી હતી", "પંચહટડી"ની પાંચમી દુકાન ધરાવતા નારણજીભાઇ અતિતના સમયને વાગોળતાં ભુતકાળમાં સરી પડ્યા ! ભુજ બોલે છેની ટીમે પંચહટડી વિસ્તારમાં આજેય પણ ઉભેલી પાંચમી દુકાનની મુલાકાત લીધી ત્યારે જાણે ફલેશ બેકમાં ચાલ્યા ગયા હોઇએ તેવું લાગ્યું.

Blog entry written by jayanjaria on the 15/06/2015 in Access to information, Culture & heritage

Pages