Latest contents

ભુજ સેતુ માહિતી કેન્દ્ર અંતર્ગત માહિતી મિત્ર દ્વારા માહિતીનો વ્યાપ વધે અને તે માટે સ્થાનીય યુવાનો જાગૃત, માહિતગાર બની પોતાના વિસ્તારનાં જરૂરિયાતમંદ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવી શકે તેવા ઉમદા હેતુ દ્વારા માહિતીનું આદાન-પ્રદાનનો કાર્યક્રમ સેતુ ઓફિસ પર યોજવામાં આવેલો હતો.
Blog entry written by vishram.vaghela on the 06/04/2016 in Education & awareness, Governance & empowerment
ક્યારેય સુકાય નહિં તેવી અનોખી રચના ધરાવતું ઐતિહાસિક તળાવ 'દેશલસર' નાગરિકો અને તંત્રની ઉપેક્ષા પામી આજે કચરાનું સામ્રાજ્ય બની રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી આ તળાવને ગટરયુક્ત પાણી અને કચરાના ગંજમાંથી મુક્ત કરવા માટે કેટલાય લોકોએ અવાજ ઉઠાવ્યો છે પણ વક્રતા એ છે કે તળાવની સફાઇ તો એક તરફ રહી પણ હવે તેની ગંદકીમાં ઉમેરો કરવા મેડિકલ વેસ્ટ પણ ઠાલવવામાં આવ્યો છે !
Article written by jayanjaria on the 26/03/2016 in Environment, Waste management, Water
સાબરમતી નદીના કિનારે મુખશુદ્ધિ કરવા પૂ.ગાંધીજી રોજ માત્ર એક નાની લોટી જેટલું જ પાણી વપરાતા, એ જોઈ કોઈએ અમને પૂછ્યું:’બાપુ,આવડી મોટી નદીમાં પાણીની ક્યાં ખોટ છે તે તમે આવડો લોભ કરો?’ત્યારે મહાત્મા એ આપેલો જવાબ આજે આપણે પણ સમજવા જેવો છે,તેમણે કહ્યું કે “ભાઈ,આ નદી મારી એકલાની થોડી છે?પશુ,પંખી,જીવજંતુ,અન્ય મનુષ્યોનો પણ એના પર હક છે ને ભાગ છે.ને આમ પણ જો હું મારા હક કરતા એક પણ ટીપું વધુ લઉં તો હું ઈશ્વર
Blog entry written by Jagruti Rasikla... on the 21/03/2016 in Access to information, Environment, Water
આપણે ભાતભાતના રંગોના સંયોજન વડે,વિવિધ ડીઝાઈનો,અથાક મહેનતથી સુંદર રીતે તૈયાર કરેલી રંગોળી કોઈ અવળચંડા મિત્ર,ભાઈ કે બહેન પળવારમાં બગાડી નાખે,ત્યારે આપણને કેટલું દુ:ખ થાય?કેટલો ગુસ્સો આવે?આપને પણ કુદરત સાથે આવું જ કર્યું છે ને? કુદરતે જીવ,પરની,વન્ય સૃષ્ટિના સંયોજન વડે સુંદર મજાની રંગોળી બનાવી છે!!
Blog entry written by Jagruti Rasikla... on the 21/03/2016 in Access to information, Energy, Environment
“ચકીબાઈ ચકીબાઈ મારે ઘેર રમવા આવશો કે નહિ ?” અથવા તો “ચકો લાવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી મગનો દાણો” ..... આવી વાર્તા ને ગીત નજીકના ભવિષ્યમાં દંતકથા સમાન બની જશે...એવા ડર સાથે સફાળા જાગેલા નાગરિકોએ ચકલી બચાવો અભિયાન હાથ ધર્યું છે. સામાન્ય રીતે જ્યાં માનવીનું ઘર ત્યાં ચકલી હાજર..હોવાને કારણે આખાયે વિશ્વમાં વસતી આ સામાન્ય ચકલીને હાઉસ સ્પેરો તરીકે ઓળખાય છે.
Blog entry written by Jagruti Rasikla... on the 19/03/2016 in Access to information, Environment
પુરુષ પ્રધાન સમાજ, સામાજિક બંધનો, સંકુચિત વિચારધારાઓ, મહિલા પર લદાયેલી ઘરની જવાબદારીઓ જેવા અનેક પ્રશ્નો સમી તેજ ધારા સાથે વહેતી નદીમાં સામા પાણીએ તરવાની કળા દરેક સ્ત્રીએ કેળવવી જોઇએ એવો ભાવ ભુજના રહીમનગરના રહેવાસી આયશુબેન વ્યક્ત કરે છે. પણ આ આયશુબેન છે કોણ?! સાચો પ્રશ્ન છે. જ્યારે "ભુજ બોલે છે"ની ટીમે તેમની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે સામાન્ય દેખાતા આયશુબેન એકમાં અનેક જેવી વ્યક્તિ છે.
Article written by jayanjaria on the 15/03/2016 in Education & awareness, Governance & empowerment
વર્તમાન સમયની વાત કરીએ તો આપણા સૌ એક નામથી પરિચિત થયા છીએ... નિરજા ! કેમ સાચું ને ! હા, નિરજા ભનૌતની દેશદાઝને શત શત વંદન. અલબત્ત નિરજા જેવી કુરબાની તો નહિં પણ આપણા સમાજમાં એવી કેટલીયે નિરજા રહેલી છે જેણે પોતાના જીવનમાં અનેક કાંઠાવાજીયા જોયા બાદ પોતાની મંઝિલ પામી છે. “જેડલ" ના માધ્યમે આજે વાત કરવી છે પિતાના વ્યવસાયમાં જોડાઇને પોતાની ચાર્ટડ એકાઉન્ટન્ટ થવાની ઇચ્છાને હાંસલ કરનાર ભુજની યુવતી બંસીની !
Article written by jayanjaria on the 08/03/2016 in Education & awareness
“મેરા પરિચય બસ ઇતના હૈ કી મૈ ભારત કી તસ્વીર હું, માતૃભૂમિ પર મિટનેવાલો કી પીર હું, ઉન વીરો કી દુહિતા હું જો હંસ હંસ ઝૂલા ઝૂલ ગયે, ઉન શેરો કી માતા હું, જો રણ ભૂમિ મેં શહીદ હુવે. ”
બાળકો, કિશોરીઓ, ધાત્રી મહિલા તેમજ સગર્ભાઓ માટે એક આંગણવાડી એવી જગ્યા છે જ્યાં પ્રારંભિક તબક્કાની સવલતો મળે છે ! ભુજના શાંતિનગર ખાતે આવેલા સમાવાસમાં સખિ સંગીનિના સહકારથી મહિલાઓ દ્વારા "આદર્શ આંગણવાડી" લાવવાના સ્તુત્ય પ્રયાસો કરવામાં આવ્યા છે.
Blog entry written by jayanjaria on the 26/02/2016 in Education & awareness, Urban planning & development
ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળ સંચાલિત પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્ય મહેમાનશ્રી અને ઇનામોના દાતાશ્રી દિલીપભાઇ વૈદ્ય બાળકોને ઇનામો આપ્યા હતા. મહેમાનશ્રીનું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ કરેલ. જ્યારે શાબ્દિક સ્વાગત ખજાનચીશ્રી જયશ્રીબેન ઠક્કરે કરેલ.
Blog entry written by Chatthi Bari Ma... on the 16/02/2016 in Education & awareness, Sport & Leisure

Pages