Latest contents

“૨ માસના બાળકનો આધારકાર્ડ” કેમ ? આશ્ચર્ય થયું ને, હા આ સાચી વાત છે, ભુજમાં કાર્યરત સેતુ અભિયાનના માહિતી મિત્ર દ્વારા આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે તેમણે ૨ માસના બાળકનો આધારકાર્ડ બનાવ્યો છે.

“ઓરોં કો કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ...” હિન્દી ગીતની આ પંક્તિઓ યાદ આવી ગઇ જ્યારે ભુજના એક વિસ્તારમાં ૭ જણના પરિવારનું પેટિયું રળતાં બહેનને મળ્યા ! ગામનો કચરો ઉઠાવીને પાંચ પાંચ બાળકોનું પાલન પોષણ અને પથારીવશ પતિની સેવા કરતાં દેવલબેનની હિંમતને દાદ આપવી ખુટે કે જે કમાઇને ઘરનું ગુજરાન ચલાવે છે.

Article written by jayanjaria on the 24/05/2016 in Livelihood & Economy

જેમના ધર્મની ૩ અગત્યની બાબતો : જન્મ,જ્ઞાન અને નિર્વાણ ...એક જ જગ્યાએ એક જ દિવસે બોધગયામાં એક જ વ્રુક્ષ નીચે થયા અને જેમણે પ્રેમ, અહીસા, શાંતિ, કરુણાનો સંદેશો આપ્યો તેવા ભગવાન બુદ્ધના જીવનમાં વૈશાખ સુદ પૂનમનું અનેરું મહત્વ રહ્યું છે.

Blog entry written by Jagruti Rasikla... on the 20/05/2016 in Access to information, Culture & heritage

“અલબત્ત તેમની શક્તિ ખોટા માર્ગે વેડફાઇ છે પણ મારી જેલના કેદીઓમાં અનેક પ્રકારના કૌશલ્યો છે!” ભુજની પાલારા જેલમાં 'પ્લાસ્ટિક વણાટ'ની તાલીમ લઇ રહેલા કેદીઓની મુલાકાત વખતે જેલના અધિક્ષક વિરભદ્રસિંહ ગોહિલે આ વાત ગૌરવ સાથે મુકી હતી. હાલમાં ૧૨ કેદીઓ ઝડપથી પ્લાસ્ટિક વિવીંગ શીખી અને તેની પ્રોડક્ટ બનાવતા થયા છે !

સરકારી પ્રક્રિયાઓ આટોપાતાં નગરપાલિકા સેતુના સહયોગથી ૪ વોર્ડ ઓફિસ શરુ કરશે. ભુજ : “તમામ પ્રક્રિયાઓ સફળતાથી પાર પડી જશે તો ટુંક સમયમાં નગરપાલિકા ભુજની સેતુ સંસ્થાના સહયોગથી શહેરની ચાર રિલોકેશન સાઇટ પર 'વોર્ડ વોફિસ' શરુ કરશે" આવી વાત ભુજ નગરપાલિકા ખાતે નગરપ્રમુખ, સેતુ સંસ્થા અને નગર સેવકો સાથે મળેલી બેઠકમાં મુકાઇ હતી.

Article written by jayanjaria on the 28/04/2016 in Governance & empowerment, Urban planning & development

લાભાર્થીઓને યોજનાનો પુરો લાભ અને પરિવારોમાં સુખાકારી માટે સતત ઝઝુમતા કેસરબેન ! કોઇની કાન ભંભેરણી કરીને કોઇના ઘરમાં કંકાસ ઉભો કરવો તો ખુબ જ સરળ કામ છે પણ કોઇના ઘરમાં ઉભા થયેલા કંકાસને પ્રેમ અને સમજાવટથી સમાધાન કરાવવું એટલું જ મુશ્કેલ ! પારિવારિક ઝઘડા હોય કે પછી સમાજિક કે જ્ઞાતિગત સમસ્યા, ભુજના ભુતેશ્વરનગરમાં "સબ મર્ઝ કી એક દવા" એટલે કેસરબેન !

Article written by jayanjaria on the 27/04/2016 in Education & awareness, Governance & empowerment
નગરજનો પુરતી સુવિધાઓ મેળવતા થાય એ માટે ભુજ નગરપાલિકા હંમેશાં પ્રયત્નશીલ વલણ દાખવે છે ત્યારે નગરપાલિકાના નગરસેવકોએ પણ નવતર પ્રયત્ન કરી નગરજનો પ્રત્યે તેમની જવાબદારીનું ઉદાહરણ પુરું પાડયું છે. ભુજના વોર્ડ નંબર ૨ના નગરસેવકોએ આ વોર્ડમાં વિવિધ જાહેર સ્થળો પર "નગરસેવકો નાગરિકોની સેવામાં" લિખીત પોતાના નામ અને સંપર્ક દર્શાવતાં બોર્ડ મુકી નગરજનોને મદદરુપ બનવાનું સ્તુત્ય પગલું ભર્યું છે.
Article written by vishram.vaghela on the 18/04/2016 in Governance & empowerment, Urban planning & development
વોર્ડ નં. ૧૧માં શરૂ થયેલા ઇન્ફ્રાસ્ટ્રકચર, પાણી, સામાજિક સુવિધા સહિતના સર્વે માટે આવતી સેતુ સંસ્થાની ટીમને સહયોગ આપવા આપીલ કરાઇ હતી.
Blog entry written by vishram.vaghela on the 14/04/2016 in Access to information, Urban planning & development
“I want to study more but I don’t feel like going to school” says Mehak, a nine years old girl from Vansfoda. Vansfoda is a slum settlement on the old Bhuj-Madhapar highway where Mehak lives with her parents and three siblings. Her brother is 13 who stopped going to school 2 years ago and now helps his father with work.
Article written by jayanjaria on the 12/04/2016 in Education & awareness
વિશ્વભરમાં સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવાય છે. થઇ હતી.ગત વર્ષોમાં મહા ભયંકર રોગો શીતળા, ક્ષય, મલેરિયાના સુક્ષ્મ જીવોનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબ્લ્યુ.એચ.ઓ.મહત્વની કામગીરી કરે છે. આ દિવસે લોકોને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ જગ્યાએ ચર્ચાસભાઓ, સેમીનાર, પ્રદર્શન, માર્ગદર્શન કેમ્પ વગેરે યોજવામાં આવે છે.
Blog entry written by Jagruti Rasikla... on the 07/04/2016 in Access to information, Health, Sanitation

Pages