Latest contents

ભુજ શહેર વિવિધ પ્રકારના વ્યવસાયો અને તેના સાથે જોડાયેલા અનેક સમાજોને પોતામાં સમાવી બેઠું છે ! અનેક ઉતાર ચડાવનું સાક્ષી રહ્યું છે. ભુતકાળની જાહોજલાલી જોઇ છે આ ભુજ શહેરે ! ભુજમાં પશુપાલનનો વ્યવસાય પણ ખુબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે પરંતુ શહેરીકરણની દોટમાં અનેક કારણોસર આ વ્યવાસ ભાંગી રહ્યો છે ! જેની સીધી અસર શહેરને મળતાં દુધ પર પડી શકે તેમ છે.

Article written by jayanjaria on the 21/07/2015 in Livelihood & Economy, Urban planning & development

સદવાચન દ્વારા જ સારો સમાજ ઘડાય છે આથી ઉતમ પુસ્તકોનું વાંચન કરી ઉતમ નાગરિક બની સ્વસ્થ સમાજના નિર્માણમાં ભાગીદાર બનીએ.એવું જણાવતા ઇન્સ્ટીટયુટ ઓફ યુથના શ્રી રસનિધિભાઈએ ઝોલા લાઈબ્રેરી લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જનતાને વાંચન શોખ વધારવા કહ્યું હતું.

Blog entry written by Jagruti Rasikla... on the 20/07/2015 in Culture & heritage, Education & awareness

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ' ની ઉજવણી અંતર્ગતમાં અનેક સંસ્થાઓ અને મંડળો દ્વારા વિવિધ પ્રકારની ઉજવણીઓ કરવામાં આવે છે. શહેરમાં મહિલાઓ અને બાળકો માટે સતત કાર્યશીલ એવા ભુજ છઠ્ઠીબારી મહિલામંડળ દ્વારા ભુજમાં છઠ્ઠી બારી રિંગ- રોડ ખાતેના 'બાલ- મંદિર'ના ચોકમાં 'કાવ્ય નિર્જરી'ની મહિલા કવિયત્રીઓના મુશાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Blog entry written by Kant on the 17/07/2015 in Culture & heritage, Sport & Leisure

એક નાગરિક તરીકે જો આપણે એટલું સમજી શકીએ કે "કચરા વ્યવસ્થાપન"નું મહત્વ શું છે તો ભુજની દરેક કોલોની 'દેવ એવેન્યુ' બની રહે. હા, શહેરમાં આવેલી દેવ એવેન્યુ નામની કોલોનીમાં દરરોજ સેગ્રીગેટ વેસ્ટ કલેક્શનની ઉમદા કામગીરી થઇ રહી છે જે કચરો લઇ જનાર અને કોલોનીના રહિશો બન્ને માટે આશીર્વાદરુપ છે.

Article written by dharmesh.antani on the 15/07/2015 in Environment, Health, Waste management

સંવત ૧૯૩૨માં એટલે કે આજથી ૧૪૦ વર્ષ પહેલાં અષાઢી બીજના દીવસે તા. ૫-૭-૧૮૭૫ના રોજ મંગળવારે કચ્છમાં પ્રથમ નગરસભાનું માળખું રચાયું. ભુજ, માંડવી, અંજાર, મુન્દ્રા અને જખૌમાં નગરસભાઓ રચાઇ. રાજાશાહીના એ સમયમાં 'નગરસભા'ની બોડીમાં ન્યાયાધિશ, વહિવટદાર(હાલના મામલતદાર), વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ મહાજનમાંથી પ્રતિનિધિઓ રહેતા.

ગુજરાતીમાં ખુબ સાચું કહેવાયું છે કે "પેટ કરાવે વેઠ". પણ અમુક દ્રઢ મનોબળ ધરાવતી વ્યક્તિઓ 'વેઠ' વેઠીને પોતાના જીવનનું ઘડતર કરતી હોય છે. આવી જ એક વ્યક્તિ મેઘબાઇની વાત અહિં કરવી છે જેણે સમાજ અને ઘરથી વિરોધમાં જઇને કચરો એકત્ર કરવાનું કામથી લઇને ખાણીપીણીનો ઢાબો ચલાવવા સુધીની સફર ખેડી છે. ટક ઉપર ખાવા મળે એવી સ્થિતિમાંથી મેઘબાઇએ આજે બધું વસાવી લીધું છે.

Article written by jayanjaria on the 14/07/2015 in Governance & empowerment, Livelihood & Economy

ગુજરાતીમાં એક કહેવત છે કે "દીકરી બે કુળ તારે", એટલે કે દીકરી પિયરમાં હોય કે પરણીને સાસરાના ઘરે જાય બન્ને ઘરને સાચવે ! પણ સ્ત્રી ઘર સાથે સમાજને પણ ઘણું આપી શકે છે અને બદલાવ આણી શકે છે એ વાત ભુજના કોલીવાસમાં રહેતા 'હનુફઇ"એ સાબિત કરી બતાવી છે.

Article written by jayanjaria on the 13/07/2015 in Governance & empowerment

ભુજ શહેરમાં સ્થાનિક સ્વશાસનના માળખામાં 'વોર્ડ કમિટી' બની છે ત્યારે આ કમિટીઓ દ્વારા શહેરના વોર્ડ ૨ અને ૩માં નાગરિકો માટે આધારકાર્ડ બનાવી આપી ઉપયોગીતા છતી કરી છે. બન્ને વોર્ડમાં ૧૫૦૦થી વધુ આધારકાર્ડ બની ચુક્યા છે તેમજ હાલમાં પણ કામગીરી ચાલી રહી છે.

પરંપરાના સંવર્ધન સાથે "ઇન્દિરા આવાસ યોજના"ને મળી નવી દિશા!

કોઇ પણ પ્રકારનું પ્રોત્સાહન બાળકોને આગળ વધવાની ધગશ પુરી પાડે છે. આ પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય ભુજની સેવી સંસ્થાઓ 'શાહે જિલાન યુવક મંડળ', 'સુશીલ ટ્રસ્ટ' તેમજ 'શ્રી રામકૃષ્ણ યુવક મંડળ'ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.

Blog entry written by shahejilanyuvak... on the 06/07/2015 in Education & awareness

Pages