સ્વચ્છતા માટે સક્રિય થયા વૈજનાથ શેરી નાં બહેનો...

Printer-friendly version
Date: 
08/11/2012

ભુજ શહેરના ભરચક એવા ગેરવાળી વંડી નજીક આવેલ વૈજનાથ શેરી વિસ્તારના સક્રિય બહેનો એ કરેલ સ્વચ્છતા બાબત કામગીરી અંગે જણાવતા ગૌરવ અનુભવાય છે કારણ કે આપણા વિસ્તારની સ્વચ્છતા આપણે ન રાખીયે તો કોણ રાખે? આ વાકયો આ બહેનો એ સૂચવેલ અને તે ઓ એ કરી બતાવેલ છે કે આ શેરીમાં અસહય ગંદકીનું સામ્રાજય હતું, અવર જવર કરવી હોય તો મોઢા ઉપર રૂમાલ રાખીને પસાર થવું પડે. શેરીમાં આવેલ જવેર જયોત એપાર્ટમેન્ટ નજીક કચરા પોટલી અને એંઠ માટે અલગ સુવિધા ન હોવાના કારણે અહીના રહીશોને મચ્છર માખી અને ખરાબ વાસ સહન કરવી પડતી હતી. વરસાદમાં અહીં રોગચાળો પણ રહીશોમાં જોવા મળતો. આ દરેક ત્રાસ માં થી મુકત થવા અહીના બહેનો એ એક દિવસ દરેક બહેનો ની મિટિંગ બોલાવી અને વિસ્તારમા ગંદકી દૂર કરવાના પગલાં બાબત ચર્ચા કરી.


સૂકા કચરા માટે અલગ પાટલી અને ભીના કે એંઠ માટે અલગ ડ્રમની સુવિધા રાખવાનું નકકી થયું અને આ એંઠ ગોવાળ લઈ જાય જેથી વિસ્તારમાં પશુઓની અવર જવર પણ ઓછી થાય અને ગંદકી પણ ન થાય. અને સૂકો કચરો પાટલી ભરાય એટલે નગરપાલિકા તે ઊપાડી જાય તેની જવાબદારી પણ બહેનો એ ઉપાડી. ઊપરાંત એપાર્ટમેન્ટમાંથી ઊપરથી કચરો ફેંકે તો ૨૦૦ રૂપિયા દંડ, પાન મસાલા થૂંકનાર માટે પણ ૨૦૦ રૂપિયા દંડ અહીના સક્રિય એવા બહેનો શ્ની ગીતા બહેન, અનુબહેન, રેખા બહેન, શારદાબહેન, નયનાબહેન, ધર્મિષ્ટાબહેન વગેરે એ જહેમત ઊપાડી છે અને વિસ્તારને સુંદર બનાવવા કમર કસી છે. સાથે સાથે પ્લાસ્ટિકના ઝભલાં પણ ભેગા કરી સંસ્થા ને આપવા તૈયારી બતાવી છે.


આ સમગ્ર પ્રક્રિયામાં અહીંંના બહેનો તેમજ ભાઇઓ પણ ખાસ નગરસેવા સદનનો આભાર માને છે કે તુરત જ કચરાની સફાઇ કરવા માટે ટ્રેકટર અને માણસો મોકલી સફાઈ કરાવે છે અને સહકાર આપે છે.


આ જ રીતે સમગ્ર શહેરના બહેનો વિસ્તારની સફાઇ માટે ચિંતિત બને તો શહેર સુંદર અને રળિયામણું બની શકે છે.

Author
dharmesh.antani's picture