વિદ્યાર્થી માનસમાં પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશ આપતી સહજિવન સંસ્થા

Printer-friendly version

નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુ થી સહજીવન સંસ્થા વિવિધ જાગૃતિ કાર્યક્રમ કરે છે. જે અંતર્ગત હાલમાં ભુજ શહેર ની વિવિધ શાળાઓમાં જઈ ભારતના ભાવિ નાગરિકો એવા વિધ્યાર્થિઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી પર્યાવરણ વિષયક વિવિધ મુદા પર ફિલ્મશો/કાર્ટૂન ફિલ્મ વિદ્યાર્થિઓને બતાવવામાં આવે છે. તા.૬ અને ૭ સપ્ટેમ્બરના રોજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ફિલ્મ શો બતાવવામાં આવ્યો. જેમાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા, નાગરિક તરીકેની શહેર પ્રત્યેની ફરજ, પ્લાસ્ટિકની થેલી દ્વારા થતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકને રિસાઈકલ કરી તેમાંથી બનતી વસ્તુઓ જેવા વિષયો પર ફિલ્મ બતાવવામાં આવી.

સહજીવન સંસ્થાના શ્રી ધર્મેશભાઈ અંતાણીએ ફિલ્મ -શો સાથે વિદ્યાર્થીઓને જે-તે વિષયને લગતી ફિલ્મ હોય તેની રસપ્રદ અને વિસ્તૃત સમજ આપી હતી.વિધ્યાર્થીઓ સાથે આ વિષયે પ્રશ્નોતરી કરી, વિધ્યાર્થીઓએ ફિલ્મ રસપૂર્વક નિહાળી અને વધુ માહિતી મેળવવા પ્રશ્નો પૂછ્યા. સાથે એક અઠવાડીયાના અંતે તેઓ (વિદ્યાર્થીઓ) પોતાના ઘર, શાળા અને આસપાસથી પ્લાસ્ટિક ની થેલીઓ એકઠી કરી આપશે અને રિસાઈકલ કરી વસ્તુ બનાવવા આપશે, પોતાનું નાનકડું યોગદાન આપશે એવું સ્થળ પર જ નક્કી થયું. આ ઉપરાંત જ્યાં-ત્યાં થૂંકવું નહીં, કચરો કચરાપેટી માં જ નાખવો, કચરામાંથી ખાતર બનાવવું, માત્ર પોતાનું ઘર જ નહીં પણ આપણી આસપાસ ની જ્ગ્યા ને પણ સાફસુથરી રાખવી એ પણ આપણી ફરજ છે એ વિશે સમજ વિ. જેવા મુદાઓ ને આવરી સમજાવવામાં આવ્યું.

આ કાર્યક્રમ માં ભુજશહેરની વેબસાઇટ "ભુજ બોલે છે"ની માહિતી આપી, તેનો યોગ્ય ઉપયોગ કરવા માર્ગદર્શન આપી અને આજના જડપી યુગમાં ટેક્નોલોજી સાથે કદમ–તાલ મેળવવા પ્રેરયા હતા. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પાઠકસાહેબ અને શિક્ષક મિત્રોનો સહકાર સાંપડ્યો હતો.

Author
Shuchi's picture