ચાલો ખારીનદીને કચરામુક્ત કરીએ, કુદરત અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરીએ!

Printer-friendly version

કુદરતના સૌંદર્ય સમી ખારી નદી સ્વચ્છ અને નિર્મલ બની રહે એ માટે ભુજ બોલે છે અને અર્બન સેતુ ટીમ દ્વારા ખારી નદી પાસે "ચાલો ખારીનદીને કચરામુક્ત કરીએ, કુદરત અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરીએ!” આ અપીલ સાથેનું બોર્ડ મુકવામાં આવ્યું છે.

થોડા સમય પહેલાં ભુજ શહેરની ભાગોળે આવેલી ખુબ જ રમણીય એવી ખારી નદી ભારે ગંદકીનો શીકાર બની હતી. કોઇ સંસ્થા દ્વારા આ નદીના પટ અને વહેણમાં ઢગલાબંધ કચરો ઠાલવવામાં આવ્યો હતો. જેના કારણે આ કુદરતી જગ્યા કચરાના ઢગ સમાન બની રહી હતી. ખારી નદીની આ સમસ્યાને બીબીસી દ્વારા લોકો અને તંત્ર સામે મુકી તેને કચરામુક્ત કરવાની અપીલ કરાઇ હતી.

તાજેતરમાં વરસાદ થવાના કારણે કુદરતી રીતે જ આ નદીની સફાઇ થઇ છે અને તમામ પ્રકારનો કચરો નદીના પ્રવાહમાં વહી ગયો હતો અને ખારી નદીએ પોતાનું પહેલાં જેવું જ સૌંદર્ય મેળવ્યુ છે. તેમ છતાં હજી નદીના પટમાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છે. ફરીથી ખારી નદીના આ વિસ્તારમાં કચરો ના ફેંકાય એ હેતુથી બીબીસી દ્વારા એક ડિસ્પ્લે બોર્ડ મુકવામાં આવ્યું છે જેમાં ખારીનદીને કચરામુક્ત રાખવાની અપીલ કરાઇ છે. આ કાર્યમાં ભુજની અર્બન સેતુ ટીમ જોડાઇ હતી. આ સાથે ભુજ શહેરના નાગરિકોને અહિં કચરો ન ફેંકીને આ ઝુંબેશમાં જોડાવા અપીલ છે.

Author
jayanjaria's picture