ભુજની લાલન કોલેજમાં "મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન-૨૦૧૮" યોજાયું.

Printer-friendly version

ગાંધી જયંતિ નિમિત્તે ભુજની લાલન કોલેજમાં ૨જી ઓક્ટોબરે સ્વચ્છતા પર્વ અંતર્ગત 'મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન-૨૦૧૮' નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ઉદઘાટા ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ૨૬ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને કચરાનો મહત્તમ નિકાલ અને તેના ઉપાયો દર્શાવતી કૃતિઓ તેમણે પ્રદર્શિત કરી હતી. નિમાબહેને વિદ્યાર્થીઓના વિચારોને વધાવી લીધા હતા અને શહેરને કચરામુક્ત કરવામાં યુવાનો ખુબ જ મોટો ફાળો આપી શકે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે લાલન કોલેજના આચાર્ય શ્રી જયેશભાઇ રાવલ, નગરપાલિકા પ્રમુખ શ્રી લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા તેમજ 'સ્વનાબ એન્વાયરો સર્વિસીસના ડાયરેક્ટર શ્રી ધર્મેશભાઇ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Author
dharmesh.antani's picture