ભુજનું દેશલસર બને સોહામણું, છે મારું સપનું !

Printer-friendly version

ભુજ શહેરમાં તો છે બે સરોવર,
એક હમીરસર અને બીજુ છે દેશલસર,
બન્ને છે તો એક જ શહેરમાં પણ,
લાગે છે એક લાડકું અને બીજું ઓરમાયું;

એકને મળે છે કાર્નિવલના સુશોભન તો,
બીજાને મળે છે ગંદા પાણીના નાળા !

આવું શા માટે ? !

જેમ હમીરસર છે અતિ સુંદર એમ,
દેશલસર પણ બને સુંદર મનોહર

હર ભુજવાસી સેવે છે આ સપનું,
કે નિર્મળ બને દેશલસર આપણું !

- દીનેશ ચારણ (હુન્નરશાળા)

Author
dineshcharan's picture