देवियाँ देश की जाग जायें अगर, युग स्वयं ही बदलता चला जायेगा।

Printer-friendly version

જો સમગ્ર વિશ્વની મહિલાઓ જાગૃત થઈ જાય તો ! ખરેખર, એક યુગ ચેતના પૂરા વિશ્વમાં આવે ! મિત્રો, આપનું શું મંતવ્ય છે? જણાવશો. આજ વાત કરવી છે, મહિલાઓ માટેના આજના દિવસની.

૨૫ નવેમ્બરને "આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા વિરોધ દિવસ"ના રૂપમાં ઘોષિત કરવામાં આવ્યો. આ દિવસનું ચયન વર્ષ ૧૯૮૧માં કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વર્ષ ૧૯૯૯માં આ દિવસને આંતરરાષ્ટ્રીય દિવસના રૂપમાં જાહેર કરવામાં આવ્યો. કારણ, આજ દિવસે ડોમિનિકલ ગણરાજ્યની ૩ સક્રિય મહિલા કાર્યકર્તાઓની ખૂબ જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હવે પ્રશ્ન શું આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા વિરોધ દિવસ ઉજવીને, મહિલાઓના વિરોધમાં વ્યાપક અને વ્યવસ્થિત રીતે હિંસા સમાપ્ત થસે ખરી ?? મહિલાઓ વિરુદ્ધ યૌન ઉત્પીડન, છેડતી, વૈશ્યાવૃત્તિ, ગર્ભધારણ માટે મજબૂર કરવી, મહિલાઓ અને છોકરીઓને ખરીદવી-વેચવી, યુદ્ધથી ઉત્પન હિંસંક વ્યવહાર, જેલમાં ભીષણ યતનાઓનો ભોગ હજી મહિલા ભોગવે છે. આમાં ઘટાડો થવાની જગ્યાએ વૃદ્ધિ થતી જોવા મળે છે.

મહિલાઓના આધિકારોના સમર્થનમાં પશ્ચિમી સમજોના દાવા હોવા છતાં એ દેશોમાં પણ મહિલાઓની સ્થિતિ સારી થઈ છે એમ નથી, પણ એવી પરિસ્થિઓમાં વધારો થતો જોવા મળ્યો. આધુનિકીકરણ અને નારીવાદ મહિલાઓના સ્થાનને સમાજમાં યોગ્ય બનાવવામાં કઈ વધારે સફળતા મેળવી નથી સકાયું. આંતરરાષ્ટ્રીય એમેનેસ્ટીના રિપોર્ટ મુજબ યુરોપમાં ૧૬વર્ષથી ૨૪વર્ષની છોકરીઓ કેન્સર,અસાધ્ય રોગ, માર્ગ દુર્ઘટનામાં મૃત્યુની તુલનાએ સૌથી વધારે મહિલાની બલી પરિવારિક હિંસામાં ચઢે છે. મહિલાઓના સંબંધમાં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ૫૭માં વાર્ષિક અધિવેશનમાં વંચાયેલા રિપોર્ટ મુજબ જણાવાયું કે ૧૫થી ૪૪વર્ષીય મહિલાઓના મૃત્યુનું કારણ યુદ્ધ, કેન્સર કે દુર્ઘટના નથી પરંતુ મહિલાઓ સાથે હિંસક વ્યવહારના કારણે પોતાના જીવ મહિલાઓએ ગુમાવવા પડે છે. દરરોજ મહિલાઓએ થપ્પડ, મારકૂટ, અપમાન, ધમકી, યૌન શોષણ, કે અન્ય પજવણીનો સામનો મહિલાઓ એ કરવો પડે છે. ત્યાં સુધી કે જીવનસાથી કે તેના પરિવારના સદસ્ય દ્વારા તેની હત્યા થઈ જાય છે. આ બધા છતાં પણ આપણને આવી હિંસાની વિગતોની જાણકારી મળતી નથી. કારણ શોષિત અને ભોગ બનનાર તરછોડાયેલી મહિલા આ વિષયે ચર્ચા કરવામાં ગભરાય છે, ડરે છે.

ઘરેલુ હિંસાની પરિભાષા : -

પોલીસ : મહિલા, વૃદ્ધો, બાળકોની સાથે થતી કોઈ પણ પ્રકારની હિંસા એ અપરાધની શ્રેણીમાં આવે છે.

રાજય મહિલા આયોગ : કોઈ પણ મહિલા જો પરિવારના પુરુષ દ્વારા કરવામાં આવેલી મારપીટ, અન્ય રીતે સતામણીથી ત્રસ્ત હોય તો એ ઘરેલુ હિંસાનો શિકાર જ કહેવાસે. ઘરેલુ હિંસાથી મહિલા સંરક્ષણ અધિનિયમ ૨૦૦૫થી ઘરેલુ હિંસાના વિરુદ્ધ સંરક્ષ્ણ અને સહાયતાનો અધિકાર બક્ષે છે.

એન.જી.ઓ. : પરિવારમાં મહિલા તથા તેના સિવાય કોઈપણ વ્યક્તિની સાથે મારપીટ, ધમકી આપવી તથા અન્ય સતામણી ઘરેલુ હિંસાની શ્રેણીમાં આવે છે. જે ૨૦૦૫ના સંરક્ષ્ણ અધિનિયમ હેઠળ અપરાધ ગણાય.

વિશ્વમાં મહિલાની સ્થિતિ : ૧૯૭૯માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કાયદાનું રૂપ અપાયું. વિશ્વમાં મોટાભાગના દેશોમાં પુરુષ પ્રધાન સમાજ છે. પુરુષ પ્રધાન સમાજમાં સત્તા પુરુષોના હાથમાં હોતાં મહિલાઓને યોગ્ય સ્થાન મળ્યું નથી. ઈરાન, અફઘાનિસ્તાનની જેમ અમેરિકા જેવા વિકાસશીલ દેશોમાં પણ મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર થાય છે.

ભારત માં સ્થિતિ : મહિલાને ઇજા પહોચાડવા પાછળ પુરુષ અનેક બહાના બતાવે છે. જેમકે નશામાં હતો, હું મારા પોતામાં ન હતો કે એ મહિલા એને જ લાયક છે. પરતું વાસ્તવિકતા એ છે કે એ હિંસાનો માર્ગ કેવળ એટ્લે ચાલે છે કારણ માત્ર આ મધ્યમથી એ બધુ મેળવી સકે. જે પોતાને પુરુષ હોવાના કારણે હક્ક સમજે છે. ઘરેલુ હિંસાના મુખ્ય કારણ : સમાન શિક્ષા વ્યવસ્થા નો અભાવ ! મહિલા ના ચરિત્ર પર શંકા કરવી ! દારૂ ની લત ! ઈલેક્ટ્રોનિક મીડિયા નો દુષ્પ્રાભાવ ! મહિલા ને સ્વનિર્ભર બનતી અટકાવવી !

ઘરેલુ હિંસા નો દૂષપ્રભાવ : મહિલાઓ તથા બાળકો પર ઘરેલુ હિંસા થી શારીરિક, માનસિક તથા ભાવનાત્મક દૂષપ્રભાવ પડે છે. આ કારણે મહિલાઓના નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડે છે. પરિવારિક સંબંધો પર પણ ઊંડી અસર પડે છે. દહેજ મૃત્યુ, આત્મહત્યા તથા હત્યાએ આની અસરનું જ પરિણામ છે. વૈશ્યાવૃત્તિની પ્રવૃત્તિ પણ આમનું જ એક પરિણામ કહી સકાય. મહિલા પોતાની ભાગીદારી કાર્યમાં ઓછી કરે છે.

આત્મવિશ્વાસની ઉણપ જોવા મળે. માનસિક આરોગ્ય સંબંધી સમસ્યા જેમકે ચિંતા, ગભરાટ , ભોજન તેમજ નીંદરા સંબંધિત સમસ્યાઓ . કેટલાક કિસ્સમાં હિંસાથી બચવા મહિલા પોતાની સ્મપૂર્ણ ઓળખ જ બદલવાનો પ્રયત્ન કરે છે. માત્ર પોતાના પહેલાના વ્યવક્તિત્વનો પડછાયો રહી જાય છે. પોતા પર લગાવવામાં આવેલા ખોટા આરોપો બાબતે પણ વિરોધ નથી કરી સકતી. પોતાની નાનકડી ખુશીઓ માટે પણ સ્વયંને વંચિત રાખે છે. ઘર-પરિવાર તથા મિત્રો સાથે સંબંધ તોડવા લાગે છે. ગંભીર ઇજા જેવીકે ફેકચર, દાજવું શરીર પર ડામ, માથું દુખવું . વગેરે જે લાંબા સમય સુધી રહે છે. યૌન સ્વાસ્થ્ય સંબંધે સમસ્યાઓ. ગર્ભાવસ્થા દરમિયાન મારકૂટથી ગર્ભપાત થઈ સકે છે. યૌન ઉત્પીડનના કારણે અવાંછિત ગર્ભ, યૌન સંબંધિત જીવલેણ રોગનો શિકાર પણ થઈ સકે. મૃત્યુએ પણ આનું જ ગંભીર પરિણામ છે. ઉપર જણાવેલી સમસ્યાઓ તો બહુ જ ઓછી છે. ખરેખર એ બહુ વિસ્તૃત રૂપ માં છે.

હવે આજના સંદર્ભે તેનો ઉકેલ જોઇયે એ જરૂરિયાત છે.

સ્વ થી શરૂઆત : અહી માત્ર કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મ નહીં પરંતુ સમગ્ર મહિલાઓની વાત છે ત્યારે . બધાથી પહેલા દરેક મહિલાએ પોતા માટે આગળ આવવું પડશે. સ્વરક્ષા માટે તેમજ સ્વતંત્રતા માટે અવાજ બુલંદ કરવો પડસે. માત્ર શારીરિક નહીં પણ માનસીક રીતે પણ મજબૂત થવું પડસે. મહિલાએ પોતાની વિચારશૈલીમાં બદલાવ લાવી, પોતાની વાતની રજૂઆત માટે જાતને આગળ લાવવી પડસે. મહિલાઓ પર થતી વિવિધ પ્રકારની હિંસા બાબતે. કાયદા તો છે જ! પરંતુ સખત કાયદા ઘડી, પોલીસ પણ આ બાબતે માનવીય અને વ્યવહારુ અભિગમ દાખવી કાર્ય કરે. મહિલા આયોગ યોગ્ય હસ્તક્ષેપ કરી ઘટતું કરે. પરિવાર, સમાજ, દેશ તેમજ સમગ્ર વિશ્વમાં આમૂલ માનસિક પરીવર્તનની જરૂર છે. બદલાવ લાવવો એ આપના જ હાથની વાત છે. જેના માટે આપણે સૌએ સાથે મળીને એ દિશામાં નક્કર પગલાં લેવા જ રહયા ! ! કારણ

आदर की तुम पात्र हो बहेनो , अपने को पहचानो !!

 

Author
Shuchi's picture