ભુજમાં મળી "શહેર પશુ ઉછેરક સંગઠન"ની પ્રથમ સાધારણ સભા !

Printer-friendly version

પશુપાલનના વ્યવસાયને એક નવું આયામ આપવાના ઉદેશ્યથી ‘હોમ્સ ઇન ધ સિટી’ અને સહજીવનના પ્રયાસોથી ભુજ શહેરમાં એનિમલ હોસ્ટેલ બનવા જઈ રહી છે. એને જ સંલગ્ન એવું ભુજ શહેર પશુ ઉછેરક સંગઠનને ટ્રસ્ટ અને સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરાવી છે. તેની પ્રથમ સાધારણ સભા તા.૨૨/૧૧/૨૦૧૬ના રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાઇ.

ધર્મેશભાઈ અંતાણીએ અતિથિ વિશેષશ્રીઓ, આમંત્રિતો, માલધારીઓ તેમજ સૌ ઉપસ્થિતોના શાબ્દિક આવકારથી કાર્યક્ર્મનો પ્રારંભ કરાવ્યો. સમારંભમાં શ્રીવલમજીભાઈ હુંબલ-ચેરમેનશ્રી સરહદ ડેરી, શ્રી મનોજભાઇ સોલંકી-ગૌરક્ષા સેવા સમિતિ કચ્છ, શ્રી કૌશલભાઈ મહેતા-સુપાર્શ્વ જૈન સેવા મંડળ, આમદભાઈ ચાકી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, દિવ્યાબેન વૈધ, સલેમામદભાઈ હાલેપોત્રા, ભુજ નગરપાલિકાના કાઉન્સિલર પન્નાબેન જોશી, ફાતમાબેન જત, કૃપાબેન ધોળકિયા, ફકિરમામદભાઈ કુંભાર, પીરસાહેબ, માતંગભાઈ સૌ આમંત્રિતોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું. ત્યારબાદ આમંત્રિતોએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂક્યો. દીપ પ્રાગટ્ય સાથે ‘ભુજ શહેર પશુ ઉછેરક સંગઠન'ના લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું. આગામી દરેક પ્રક્રિયામાં આ પ્રતિકનો ઉપયોગ થસે.

કાર્યને હાથ પર લેનારા શ્રીમતી નિતાબેન ખૂબચંદાણીએ કાર્ય કઈ રીતે શરૂ થયુંની ટૂંકમાં વાત કરી બધાને માહિતગાર કર્યા. જેમાં હોમ્સ ઇન ધ સિટી હેઠળના ઘનકચરા વ્યવસ્થાપનનું કામ કરતાં માલધારીઓના સંપર્કમાં આવ્યા ત્યારે માલધારીઓના પ્રશ્નો, સમસ્યાઓ, જાણી. ભુજમાં ૪૦૦ જેટલા માલધારી પરિવારો છે. ૧૦૭ જેટલા સભ્યોની નોંધણી થઈ છે. અંદાજે ૭૦૦૦ જેટલી ગાયો, ભેંસો છે, ૩૦૦૦ ઘેટાં-બકરાં છે. માલધારીઓ સાથે જુથ ચર્ચાને મૂલાકાતોથી કામ કર્યું. ગુજરાત રાજયની ગ્રામીણ લેવલે જે એનિમલ હોસ્ટેલ યોજના અંતર્ગત ભુજ શહેર માટે પ્રપોઝલ મૂકી. જે મંજૂર થઈ. હવે એ દિશામાં કાર્ય આગળ વધે છે. ગત તા.20, ઓક્ટોબર ૨૦૧૬ના સંગઠનનું રજીસ્ટ્રેશન થયું. જેમાં પ્રમુખ તરીકે આમદભાઈ ઇસ્માઇલભાઈ જતની નિમણૂક કરી છે. આસિફભાઈ, ગોસ્વામીભાઈએ આગામી પ્રક્રિયા વિષે વાત કરી. તેમજ આ કાર્ય ઉપાડનાર નીતાબેનને અભિનંદનના પાત્ર ગણાવ્યા. સંગઠનથી કામ થસે. આ તબક્કે સંગઠન માટે પ્રમુખ, ઉપપ્રમુખ મંત્રી એમ કારોબારી સમિતિની રચના થઈ તેની પણ જાહેરાત કરાઇ.

સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે પોતાની વાત કર્તા કહ્યું કે, શહેર કક્ષાએ આ સંગઠન રચાયું હોય એવું કદાચ પહેલી ઘટના છે. નીતાબેન ખૂબચંદાણી અને સંદીપભાઈ કનોજીયાના પ્રયાસોથી આ શકય બન્યુ. જે ધન્યવાદને પાત્ર છે. સંગઠનએ મહત્વનુ છે. એના દ્વારા રજૂઆતમાં મીઠાસ લાગે અને નાના માલધારીઓ છે તેઓ ખૂબ અઘરું કામ કરી રહ્યો છે. સરહદ ડેરી આ માટે દરેક રીતે ઉપયોગી થસે. સૌ સાથે મળી કાર્ય કરીયે, કોઈ ઉતાવડીયા નિર્ણય ન લઈએ, નિષ્ઠાથી કાર્ય કરીયે. નિયમ અને સ્ટાન્ડર્ડનો અમલ કરાવજો. કચ્છના દૂધની ગુણવત્તા ખૂબ સારી છે. વાતાવરણ એવું ઊભું કરીયે કે દૂધ એકદમ સારું જ આપીએ. જરૂરિયાત હોય ત્યારે કચ્છ ડેરી બધી જ રીતે તમારી પડખે ઊભી રહેસે. ગૌ સેવા સમિતિ કચ્છના શ્રી મનોજભાઇ સોલંકીએ કહ્યું કે આપની જાતને આપણે જ મદદ કરીયે. અહીની ગીર અને કાંકરેજ ગાયો જાત ત્યાં બ્રાઝિલ, નેધરલેંડ કે ડેન્માર્ક જેવા દેશોએ ત્યાં જાત વિકસાવી અને પશુપાલનમાં ક્રાંતિ લાવ્યા છે તો આપણે કેમ નહીં? ગૌ મૂત્ર, ગોબરનો આજના સમયમાં ટેકનૉલોજિ સાથે અને વૈજ્ઞાનિક રીતે ઓષધિઓ, ખાતર તેમજ અન્ય ઘરવપરાશની અનેક વસ્તુઓ બનાવી છે. જો માલધારીઓને તેમના સંતાનો કે અન્ય કોઈને જો શીખવાની ઈચ્છા હોય તો ત્યાં રહેવા-જમવાની બધી જ સુવિધા સાથે અમે ની:શુલ્ક આ બધુ શીખવાડીએ છીયે. સમાજે પશુપાલન પ્રત્યે ઉપેક્ષા કરવાને બદલે ઉત્તેજન આપવું. પશુ,પંખી,વૃક્ષની પણ સાથે ચિંતા કરવી પડસે કારણ કે તેઓ અભિન્ન અંગ છે.સંગઠન નિષ્ઠાપૂર્વક કામ કરે અને કોમર્શિયલીટીમાં ન આવે. અમારી જરૂર પડ્યે શકય એટલી મદદ કરીશું. તો નગરપાલિકાના કાઉન્સીલર કૌશલભાઈ મહેતાએ કહ્યું કે તમે ગાય માતાના દૂધથી શહેરને શક્તિ પૂરી પાડે છે. અમે માત્ર ટોકન ચાર્જ ૩૦ રૂ જેટલો લઈને સંપૂર્ણ સારવાર, ઓપરેશન, ખોરાક, આખા દિવસ રાખીએ અને સુવિધા આપીએ છીયે. અમારાથી બનતી બધી મદદ કરીશું. આમદભાઈ ચાકીએ જણાવ્યુ કે રાજાશાહી વખતમાં કાંકરેજ ગાય માટે ૧૫૦ એકર જમીન આપેલી. એ સંપાદિત કરીને ફરી ઉપયોગમાં આવે. ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે બધા સંગઠિત થઈને કાર્ય કરે, વાતની રજૂઆત કરો. દિવ્યાબેન વૈધે ‘સંઘે શક્તિ મહાન’ એ ન્યાયે સંગઠન થી બધુ શક્ય છે. નિષ્ણાતોનો ભરપૂર લાભ લ્યો. કૃપાબેન ધોળકિયાએ જણાવ્યું કે સહજીવન દ્વારા બનેલા સંગઠનો પૈકી ચોથું સંગઠન છે જે અનોખું છે. નિષ્ણાતો દ્વારા આયોજન કરીયે અને ગુણવત્તાવાળું દૂધ ઉત્પાદન કરીયે.

કાર્યક્રમમાં સહજીવનના ડાયરેક્ટર જયહરીભાઇ, કૃપાબેન ધોળકિયા, એચઆઇસીના કોઓર્ડિનેટર અસિમભાઇ મિશ્રા, ભુજ અર્બન સેતુ કો-ઓર્ડિનેટર ભાવસિંહભાઈ હાજર રહયા હતા. તેમજ સહજીવનના ગોરભાઈ, અશ્વિનભાઈ, રિતેશભાઇ પોકાર, મહેન્દ્રભાઇ ભાનાણી, પુનિતાબેન, સંગિતાબેન, સત્તારભાઈ સહિતના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંગઠનના આસિફભાઈએ આભાર વિધિ કરી. ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Author
Shuchi's picture