આજે આધ્યાત્મિક વિચારક ગુરૂ નાનકજી જયંતિ !

Printer-friendly version

ભારત એ વૈવિધ્ય પૂર્ણ દેશ છે. આપણે ઉત્સવપ્રિય વ્યક્તિઓ છીયે. એમાનોં જ એક ઉત્સવ એટ્લે ‘પ્રકાશપર્વ’. શીખધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ શ્રીનાનક સાહેબના જન્મદિવસને સમગ્ર શીખ સમાજ ઉજવે છે. કારતક મહિનાના પૂર્ણ ચંદ્ર એટ્લે કે કાર્તિકી પુર્ણિમાના દિવસે અને હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ આ ઉત્સવ ઉજવાય છે. નાનક સાહેબનો જન્મ હાલમાં પાકિસ્તાનમાં આવેલા તલવંડી ગામમાં બેદી પરિવારમાં પિતા કલ્યાણચંદ(કાલુ) અને માતા ત્રિપદાના ઘરે થયો હતો. તેમના જ્ન્મ અને શરૂઆતના વર્ષોમાં કેટલીક દૈવી ઘટનાઓ બની હતી. જે સૂચવે છે તેઓ દૈવી – અલૌકિક હતા. નાનકજી એ આધ્યાત્મિક વિચારક હતા. તેમણે મોટાભાગે કવિતા દ્વારા તેમના વિચારો વ્યક્ત કર્યા છે.

" रामजी की चिड़िया, रामजी का खेत, खा लो चिड़िया, भर - भर पेट "

રોજ બરોજની આપણી બોલીમાં અને લોક હૈયે વસી ગયેલી ઉપર્યુક્ત પંક્તિ, આપણાં સૌના શ્રી ગુરુ નાનક સાહેબજીની છે.

મોટા ભાગે શીખ ઉત્સવોએ ૧૦ ગુરુઓના તેમના જન્મ જયંતિ પર ઉજવાવમાં આવે છે. આ ગુરુઓ કે જેમનો શીખ ધર્મમાં મોટો ફાળો છે. સામાન્ય રીતે બે દિવસ જયંતિ ઉજવવામાં આવે છે. નાનક જયંતિ માટે મુખ્ય તફાવત કહી સકાય કે આ ઉત્સવ ત્રિદિવસીય હોય છે. જેમાં પ્રકાશ ઉત્સવના આગલા દિવસે ‘નગરકીર્તન’નું આયોજન કરવામાં આવે છે. ધર્મનો સંદેશ અનુયાયીઓ દ્વારા ગીત ગાઈને અને નૃત્ય કરીને આપવામાં આવે છે. માર્ગ પર રવાડી નિકડે છે. અનુયાયીયો દ્વારા ‘શીખ ધ્વજ‘ લહેરાવવામાં આવે છે જે ‘નિશાન સાહિબ ‘ તરીકે ઓળખાય છે. આ રવાડીમાં ગુરુગ્રંથ સાહેબની ‘પાલખી‘ પણ હોય છે. ‘અખંડપાઠ‘નું આયોજન કરવામાં આવે છે. અખંડ પાઠ એટ્લે કે વિવિધ ગુરુદ્વારામાં ‘ગુરુગ્રંથસાહિબ’ને અખંડ(સળંગ) ૪૮ કલાક સુધી વાંચવામાં આવે છે. આ સાથે ‘ગટકા‘(શીખ માર્શલ આર્ટ) કરવામાં આવે છે. જે શીખ સમાજની વીરતા અને કૌશલ્ય દર્શાવે છે. સુશોભિત અને પ્રતિકાત્મક ટેબ્લો રજૂ થાય છે. મુખ્ય દિવસે લોકો ‘ભક્તિ ભજન’(અસા–દી-વાર)ગાય છે. વહેલી સવારે પ્રભાતફેરીનું આયોજન હોય છે. સવારે ભજન બાદ કથા હોય છે. ગુરુ નાનકજીએ શાસ્ત્રોમાં કહેલી વાતને વાંચવામાં આવે છે. કથા પછી ગુરુની કીર્તન દ્વારા ભક્તિ કરતાં સમાપન કરવામાં આવે છે. તેમના ધાર્મિક સ્થળોને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવે છે. કોઈ પણ ઉત્સવ હોય એમાં સુંદર જમણવારનું આયોજન હોય છે. જે ‘લંગર’ તરીકે ઓળખાય છે. જેમાં સ્વયંસેવકો હોશભેર જોડાય છે, સેવા આપે છે. નાતજાતના ભેદભાવ વિના લંગર બધા માટે હોય છે. શાકાહારી ભોજન દાળ, રોટલી, ભાત, શાક અને હલવો.

આખા દિવસ દરમિયાન પ્રાર્થના અને ભક્તિ ગીતો ગાવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે ખાસ પ્રાર્થના હોય છે જે ‘રેહરસી’ તરીકે ઓળખાય છે. માન્યતા છે કે નાનકજીનો જન્મ મધ્યરાત્રિના ૧.૨૦ આસપાસ થયો હતો. તેથી સંધ્યા પ્રાર્થના સળંગ ગવાતી જ હોય છે. પુજાની શરૂઆત ગુરબાનીથી થાય છે અને ઉત્સવ સમાપનની તરફ આગળ વધે છે.

જ્યાં–જ્યાં નાનકજી ગયા ત્યાં–ત્યાં તેઓ આજે પણ પૂજાય છે. તિબેટમાં નાનકલામા, બર્મામાં નાનકદેવ, મુસ્લિમ દેશોમાં પીરે હિંદ અને હજરત નાનક શાહ તરીકે પૂજાય છે. સંવત 1596 ભાદરવા વદ દશમ ઈ.સ. 1539માં પરમ તત્વમાં વિલીન થઈ ગયા.

ભારતમાં આ દિવસે જાહેર રજા હોય છે. શીખ સમાજ આ દિવસે અમૃતવેળા એટ્લે કે વહેલી સવારે ૪/૫ વાગ્યે ગુરુદ્વારામાં દર્શનથી દિવસની શરૂઆત કરે છે. સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે ગુરુ નાનકજીના આશીર્વાદ મેળવે છે, એકબીજાને શુભકામના પાઠવે છે. ટેકનૉલોજિના સમયમાં લોકો ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમોથી એકબીજાને શુભકામના સંદેશાઓની આપ-લે કરે છે.

નાનકજી પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખી, તેમણે દર્શાવેલ માર્ગ પર ચાલી, પ્રેમ નો પ્રસાર કરીયે. માનવતા પર તેમનો સંદેશ.

जो नर दुख में दुख नहिं मानै। सुख सनेह अरु भय नहिं जाके, कंचन माटी जानै।।

नहिं निंदा नहिं अस्तुति जाके, लोभ-मोह अभिमाना।

हरष शोक तें रहै नियारो, नाहिं मान-अपमाना।।

आसा मनसा सकल त्यागि के, जग तें रहै निरासा।

काम, क्रोध जेहि परसे नाहीं, तेहि घट ब्रह्म निवासा।।

गुरु किरपा जेहि नर पै कीन्हीं, तिन्ह यह जुगुति पिछानी।

नानक लीन भयो गोबिंद सों, ज्यों पानी सों पानी।।

Author
Shuchi's picture