ભુજના પશુપાલકની ભેંસના એક લિટર્ દુધનો વિક્રમી ભાવ ૭૮.૪૫ નોંધાયો!!

Printer-friendly version

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન અંતર્ગત ચાલતી "ભુજ માલધારી પશુપાલક મંડળ-દૂધ ડેરી"માં ભુજના પશુપાલકોન્ દૂધ એકત્ર કરવામાં આવે છે. આજે ૨૭મી તારીખે ભુજના પપાલક શ્રી હમીદભાઇ હાજી પનુ જત એમની "મીંડી" (ભીલ્લી) નામની ભેંસનું દૂધ જમા કરવા આ ડેરી પર આવ્યા હતા. દુધની ફેટ માપવામાં આવી ત્યારે એ સેમ્પલનું ફેટ ૧૨.૨ આવી હતી એ ખરેખર વિશિષ્ટ કહી શકાય ! ભેંસ માલિક હમીદભાઇએ આ બાબતે ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. ફેટના ભાવ મુજબ ફેટ દીઠ ભાવ ૬.૪૩ છે જેના મુજબ ૧૨.૨ ફેટના દૂધનો એક લિટરનો ભાવ ૭૮.૪૫ થવા પામ્યો છે. જે ખરેખર વિક્રમી કહી શકાય.

એક અહેવાલ મુબ અગાઉ રાયધણપરની એક ભેંસના દૂધના એક લિટરનો ભાવ ૭૩ રુપિયા સુધી પહોંચ્યો હતો જે અંગે અહેવાલ પ્રકાશિત થયા હતા. પરંતુ આજે બનેલા આ કિસ્સાએ દૂધના ભાવમાં વિક્રમ નોંધવ્યો છે. સંગઠન તરફથી પશુપાલકને ભેંસના પાલન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ડેરીને સહયોગ આપવા માટે સંગઠનના હોદ્દેદારોએ "સરહદ ડેરી તેમજ શ્રી વલમજીભાઇ હુંબલનો આભાર વ્યક્ત કર્યો છે.

Tags: 
Author
jayanjaria's picture