ભુજ સેતુમાં બનાવાયો “૨ માસના બાળકનો આધારકાર્ડ”!

Printer-friendly version

“૨ માસના બાળકનો આધારકાર્ડ” કેમ ? આશ્ચર્ય થયું ને, હા આ સાચી વાત છે, ભુજમાં કાર્યરત સેતુ અભિયાનના માહિતી મિત્ર દ્વારા આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે તેમણે ૨ માસના બાળકનો આધારકાર્ડ બનાવ્યો છે.

સેતુ અભિયાન દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવતી હોય છે, તેના જ ભાગ રૂપે તા.૧૦/૫/૨૦૧૬થી શરૂ કરવામાં આવેલી આધારકાર્ડ બનાવવાની કામગીરીએ વેગ પકડ્યો છે. આ કામગીરી ભુજના બધા જ નાગરિકો માટે જિલ્લા સેવા સદન, ભુજ નગર સેવા સદન અને સેતુ અભિયાનના સહયોગ દ્વારા માહિતી મિત્ર ખાતે ચાલુ કરવામાં આવી છે.

માહિતી મિત્રે અત્યાર સુધી ૭૫૦૦થી વધારે ભુજવાસીઓના આધારકાર્ડ બનાવ્યા છે. જેમાં સુધારા-વધારાથી લઈને નવા આધારકાર્ડ બનાવવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. ૯ દિવસમાં ૫૦૦ જેટલા આધારકાર્ડ બનાવ્યા છે. આમ સરેરાશ દરરોજના ૪૦ જેટલા આધારકાર્ડ બનાવાય છે.

શહેરના વંચિત વિસ્તારોમાં જ્યારે આધાર પુરાવાના અભાવ જોવા મળે છે ત્યારે સેતુ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આધારકાર્ડની પ્રક્રિયા ખરેખર ઉપયોગી બની રહી છે.

Author
jayanjaria's picture