ભુજમાં "પર્યાવરણ દિવસ" નિમિત્તે બાળકોએ પર્યાવરણ જાળવવા કરી અપીલ !

Printer-friendly version

“૫મી જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ"ની ભુજમાં બાળકોએ અનોખી ઉજવણી કરી હતી. એક મનુષ્ય તરીકે આપણે સૌ જે રીતે પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ અને પર્યાવરણને સાચવવા માટે આપણી શું ફરજ છે એ બાબતોને વિવિધ માધ્યમો દ્વારા ૨૫ જેટલા બાળકોએ કાર્યક્રમમાં રજુઆત કરી હતી.

ભુજની સહજિવન સંસ્થા અને "ભુજ બોલે છે"ના સંકલનથી આયોજિત કાર્યક્રમમાં ભુજના ૨૫ બાળકોએ એક પાત્રિય અભિનય, પર્યાવરણ ગીત, નાટિકા તેમજ વેશભુષા દ્વારા પોતાની વાત મુકી હતી. કેવી રીતે પાણી, હવા અને અવાજનું પ્રદુષણ થકી આપણી આસપાસનું પર્યાવરણ જોખમાઇ રહ્યું છે તેની રસપ્રદ અને ધ્યાનાકર્ષક રજૂઆત બાળકોએ કરી હતી. આ પ્રસંગે બાળકો માટે એક વિશિષ્ટ "ટ્રી રેસ"નું આયોજન કરાયું હતું. બાળકો વૃક્ષો, છોડ, ફુલ-પાન અને વનસ્પતિઓને ઓળખે એ આ રેસનો ઉદ્દેશ્ય રહ્યો હતો. પાંચ ટીમમાં વહેંચાયેલા બાળકોએ ખુબ જ ઉત્સાહ પુર્વક રેસમાં ભાગ લઇ વૃક્ષોની ઓળખ કરી હતી. ભાગ લેનાર બાળકોને પર્યાવરણ અંગેની માહિતીપ્રદ પુસ્તિકા "ખારી" તેમજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. બાળકો સાથે ઉપસ્થિત નાગરિકોએ પણ બાળકો સાથે અંતાક્ષરી સહિત મનોરંજન મેળવ્યું હતું.

ઉપસ્થિત સૌને અલ્પાહાર આપવા સાથે જ્યાં ત્યાં કચરો ન કરવાની નેમ સાથે કાર્યક્રમ પુર્ણ થયો હતો. સહજિવન, એચઆઇસીની સભ્ય સંસ્થાઓ, નાગરિકો તેમજ ભુજ બોલે છેની ટીમે સહકાર આપ્યો હતો.

Author
jayanjaria's picture