જાપાનીઝ યુગલની હાજરીમાં ભુજના પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો રમતોત્સવ ઉજવાયો

Printer-friendly version

મને આભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારલા રમે ......

નાની મારી આંખ એ જોતી કાંક - કાંક એ તો કેવી અજબ જેવી વાત છે ...

આવાં બાલગીતો સાથે ભુજ શહેરના પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. છઠ્ઠીબારી મહિલા મંડળ, ભુજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું તેમજ દાતાશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. રમતોત્સવની શરૂઆતમાં મ્યૂઝિકલ ચેર, દોડ, ટોય કલેક્ટ, પાસિંગ-પાસિંગ જેવી રમતો રમાડવામાં આવી. બાળકોની નિર્દોષ વાતચીત, રમતો, બાળગીતો, જોડકડામાં આનંદ સહ બધી પ્રવૃત્તિ કરી. ત્યારબાદ અતિથિઓના હસ્તે દરેક બાળકને ભેટનું વિતરણ કરાયું, જેમાં દાતાશ્રી મનીષાબેન ભુજંગી દ્વારા ભેટ તેમજ હેમસંધ્યા મહિલા મંડળ દ્વારા લંચબોક્સ અને બિસ્કિટ અપાયાં. આ કાર્યક્ર્મ ચાલતો હતો એ દરમિયાન ત્યાથી પસાર થતું જાપાનીઝ યુગલ જે બાળકોને તેમજ સૌને આનંદ કરતાં જોઈ કાર્યક્ર્મમાં સહભાગી થવાની ઈચ્છા દર્શાવી, તેઓ પણ કાર્યક્ર્મમાં જોડાયા. તેઓનું ઉપપ્રમુખ ભાનુબેન પટેલ તેમજ મંત્રી કાશ્મીરાબેન ભટ્ટે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું. ભારતીય સંસ્કૃતિ તેમજ ભુજના સંભારણા લઈ તેઓ વિદાય થયા.

કાર્યક્રમમાં મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદ્ય, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, મંત્રી કાશ્મીરાબેન ભટ્ટ, ખજાનચી જયશ્રી બેન ઠક્કર, સલાહકાર અકિલાબેન હજાર રહ્યા હતા. તેમજ રમીલાબેન મહેતા, ભાવનાબેન માંકડ, અંજનાબેન ગોર, સંધ્યાબેન બુચ, હમીદાબેન, રેખાબેન વોરા, હેમસંધ્યા મહિલા મંડળ તેમજ નાના વોકળા મંડળના બહેનો આ કાર્યક્ર્મમા હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શિશુવાટિકાના સંચાલિકા બહેનો વનિતાબેન સોલંકી, ઇલાબેન વૈષ્ણવ, અવનિબેન વૈષ્ણવે કાર્યક્ર્મને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 

 

Author
Chatthi Bari Mahila Mandal's picture