૨૩ જાન્યુઆરી, નેતાજી સુભાષચંદ્ર બોસની જન્મ જયંતિ

Printer-friendly version

નેતાજી સુભાષચંદ્ર બોસનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં ઓડીસાના કટકના એક સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. જાણીતા વકીલ પિતા જાનકીનાથ અને માં પ્રભાવતીના સુભાષ પાંચમા પુત્ર સંતાન હતા. ૧૪ ભાઈ–બહેનોમાં તેમનો નવમો નંબર હતો.

તેમણે પ્રારંભિક શિક્ષણ કટકના રેવેશોવ કોલેજીએટ સ્કૂલમાં લીધું. ત્યાર પછી કલકતાના પ્રેજીડેન્સી કોલેજ અને સ્કોટીશ ચર્ચ કોલેજમાં શિક્ષણ લીધું. ઇન્ડિયન સિવિલ સર્વિસની તૈયારી માટે તેમના માતા-પિતાએ બોસને ઈંગ્લેન્ડના કેમ્બ્રિજ વિશ્વ વિધ્યાલય મોકલ્યા. અંગ્રેજી શાસન કાળમાં ભારતીયોના માટે સિવિલ સર્વિસમાં જવું બહુજ કઠિન માનવામાં આવતું. પરંતુ તેમણે સિવિલ સર્વિસની પરીક્ષામાં ચોથુ સ્થાન મેળવ્યું. ૧૯૨૧માં ભારતમાં વધતી રાજનીતિક ગતિવિધિઓના સમાચાર જાણીને બોસે પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી. અને તરત ભારત પાછા ફર્યા. સિવિલ સર્વિસ છોડ્યા બાદ તેઓ ભારતીય કોંગ્રેસમાં જોડાયા. બોસ ગાંધીજીના અહિંસાના વિચારોથી સહમત ન હતા. હકીકતમાં તો ગાંધીજી ઉદાર દળનું નેતૃત્વ કરતા હતા જયારે બોસ ક્રાંતિકારી દળમાં પ્રિય હતા. બંનેના વિચારો અલગ-અલગ હતા પરંતુ તેઓ સારી રીતે જાણતા હતા કે ગાંધીજી અને તેમનો ઉદેશ્ય એક જ છે, એટ્લે કે દેશની આઝાદી. સૌથી પહેલાં ગાંધીજીને રાષ્ટ્રપિતા કહીને સંબોધિત કરનારા બોસ જ હતા.

જ્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું, ત્યારે બોસનું માનવું હતું કે અંગ્રેજોના દુશ્મનોથી મળીને આઝાદી મેળવી શકાસે. એમના વિચારોની જાણ થતાં તેમને બ્રિટિશ સરકારે કોલકતામાં નજરબંધ કર્યા, પરંતુ તેઓ તેમના ભત્રીજા શિશિરકુમાર બોસની સહાયતાથી ત્યાથી ભાગી છૂટ્યા. તેઓ અફઘાનિસ્તાન અને સોવિયેત સંઘ થતાં જર્મની પહોચ્યાં.

સક્રિય રાજનીતિમાં આવવાથી પહેલાં નેતાજીએ પૂરી દુનિયાનું ભ્રમણ કર્યું. તેઓ ૧૯૩૩થી ૩૬ સુધી યુરોપમાં રહયા. નેતાજીનું માનવું હતું કે સ્વતંત્રતા મેળવવા માટે રાજનૈતિક ગતિવિધિઓની સાથે–સાથે કૂટનીતિક અને સૈન્ય સહયોગની પણ જરૂર પડે છે. તેઓએ દેશની આઝાદી માટે ઘણાં કાર્યો કર્યા. તેમણે ૧૯૪૩માં જર્મની છોડી દીધું. ત્યાથી તેઓ જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર પહોચ્યાં. જ્યાં તેઓએ કેપ્ટન મોહન સિંહ દ્વારા સ્થાપિત આઝાદ હિન્દ ફૌજની કમાન પોતાના હાથમાં લઈ લીધી. તે વખતે રાસ બિહારી બોસ આઝાદ હિન્દ ફૌજના નેતા હતા. તેમણે આઝાદ હિન્દ ફૌજનું પુનર્ગઠન કર્યું. મહિલાઓના માટે રાણી ઝાંસી રેજિમેંટનું પણ ગઠન કર્યું. લક્ષ્મી સહગલ તેના કેપ્ટન બન્યાં.

નેતાજીના નામથી પ્રસિદ્ધ સુભાષચંદ્રને સશક્ત ક્રાંતિ દ્વારા ભારતને સ્વતંત્ર કરવાના ઉદેશ્યથી ૨૧ ઓક્ટોબર, ૧૯૪૩ના ‘આઝાદ હિન્દ સરકાર’ની સ્થાપના તથા આઝાદ હિન્દ ફૌજનું ગઠન કર્યું. આ સંગઠનના પ્રતિક ચિહ્ન એક ઝંડા પર ગર્જના કરતા વાઘનું ચિત્ર અંકિત હતું. નેતાજી તેમની આઝાદ હિન્દ ફૌજની સાથે ૪ જુલાઇ ૧૯૪૪ના બર્મા પહોચ્યાં. તેમનો જાણીતો નારો, “તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા“ અહી તેમણે આપ્યો.

Tags: 
Author
Shuchi's picture