લાલન કોલેજમાં યુવાનોએ મનાવ્યો "સ્વચ્છતા ડે"!

Printer-friendly version

કોલેજના 'ડે' ની વાત કરીએ તો તરત જ 'રોઝ ડે', 'ગ્રુપ ડે', 'ચોકલેટ ડે' જેવા નામો યાદ આવી જાય ખરું ને?! પણ આજે ભુજની લાલન કોલેજમાં એક નવતર ડે ઉજવાયો. આ ડે માં યુવાનોના હાથમાં મોંઘીદાટ ચોકલેટ્સ કે રોઝ ન હતાં પણ તેમના હાથમાં હતા પાવડા, સાવરણા, કુહાડી, ત્રિકમ જેવાં સાધનો! કેમ કે આ ડે હતો "સ્વચ્છતા ડે"!

dsc06305.jpg
કોલેજને પોતાનું બીજું ઘર ગણાવતા ત્રણ સો જેટલા યુવક-યુવતીઓએ લાલન કોલેજના કેમ્પસમાં સફાઇ કરવા સાથે એક નવતર પગલું ભર્યું હતું. આજે દેશભરમાં જ્યારે સ્વચ્છતાના મુદ્દાને ઉઠાવયો છે ત્યારે ખર્ચાળ ડે ની બદલે સફાઇ કામ હાથ ધરાયું હતું. કોલેજના જ વિદ્યાર્થી આનંદ ગોંડલીયાએ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી સવારથી સફાઇના સાધનો દ્વારા કોલેજ કેમ્પસને એકદમ સ્વચ્છ કર્યું હતું. લાલન કોલેજના આ પ્રયાસમાં સહજીવન સંસ્થા તેમજ પર્યાવરણીય હિમાયતી જુથના એડવોકેટ રસીલાબેન પંડ્યાએ સહકાર આપ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ પરેશભાઇ રાવલ, બાયોલોજીના પ્રોફેસર પી.જી. પંડ્યા, અંગ્રેજીના મનોજભાઇ છાયા, મેહુલભાઇ શાહ સહિતના કોલેજ સ્ટાફે વિદાર્થીઓને સફાઇની પ્રવૃતિ બદલ બિરદાવ્યા હતા. શહેરના તમામ યુવાનોને લાલન કોલેજના યુવાનોએ સ્વચ્છતાને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો.

Author
jayanjaria's picture