ભુજમાં બાળકો માટે "જળ જાગૃતિ" વિષયે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

Printer-friendly version

એરિડ કોમ્યુનિટિઝ એન્ડ ટેક્નોલોજીસ અને જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતિએ ખાસ કરીને ભુગર્ભજળ વ્યવસ્થાપન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે. જળ સ્ત્રોતોનો વિકાસ, વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવુંએ એક્ટ સંસ્થાની પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ છે. આવા કાર્યમાં યુવાઓનું પ્રદાન વધે, ભાવિ પેઢી તેમાં જોડાય તે માટે શાળા કક્ષાએથી બાળકોને સાંકળવા માટે એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

જિલ્લા શિક્ષણ અધિકારી જરગેલા સાહેબ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્ર્મની શરૂઆત થઈ. સંસ્થાના અવનિશભાઈએ ટૂંકમાં સંસ્થાની પ્રવૃત્તિઓ વિષે પરિચય આપ્યો. સર્વેના શાબ્દિક સ્વાગત અને મહેમાનોનું સન્માન કરાયું. સ્પર્ધામાં વિધ્યાર્થીઓએ પોતાના વિવિધ મંતવ્યો રજૂ કરી પાણી બચાવવાનું કાર્ય કરવા તત્પરતા બતાવી. ભુજની સરકારી તેમજ ખાનગી ૧૮ જેટલી શાળાના ધો. ૭/૮ના વિધ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બેસ્ટ ૩માં પ્રથમ દહીસરિયા ક્રિષ્ના, દ્વિતીય મોઢ ભક્તિ અને તૃતીય મસૂરિયા મીરા જાહેર થયા હતા. ભાગ લેનાર દરેકને ભેટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં જે.એસ.એસ.ના સભ્યો પીરસાહેબ, દિવ્યાબેન, કાંતિભાઈ તેમજ ભાગ લેનાર શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, માનવ જ્યોતના પ્રબોધ મુનવર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઘનશ્યામભાઈ પટેલ, ધીરુભાઈ ઠક્કર, ખેતશીભાઈ વગેરે હાજર રહયા હતા.

જે.એસ.એસ.ના દિવ્યાબેને સમિતિ વિષે વાત કરતાં જણાવ્યુ કે ૨૦૦૬માં ૨૦ થી ૨૫ જેટલા વ્યક્તિઓ જોડાયા અને આજ એ સંખ્યામાં વધારો થતો ગયો છે તો બાળ JSSના કાર્ય માટે અવિનાશભાઈની કામગીરી તથા ACTની પૂરી ટીમને તેમની પ્રવૃત્તિઓ માટે અને આવા કાર્યક્રમો યોજવા બદલ બિરદાવ્યા. કાર્યક્રમની આભારવિધિ પૂર્વીબેને કરી.

Author
Shuchi's picture