"રાષ્ટ્રીય કિસાન દિવસ"

Printer-friendly version

आखिर हम कैसे भूल गये, महेनत किसान की,

दिन हो या रात उसने, परिश्रम तमाम की

હિન્દીના જાણીતા કવિની આ પંક્તિઓ ખરેખર સાચી લાગી રહી છે. આજ કિસાન દિવસ નિમિત્તે તેમના માટે થોડી વાત કરીયે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જ્ન્મ ૧૯૦૨, ૨૩ ડિસેમ્બરના ઉત્તર પ્રદેશ, ભારતના મેરઠ જનપદમાં થયો હતો. તેમના પિતા ચૌધરી મીરસિંહના નૈતિક મૂલ્યો વારસામાં ચરણસિંહને મળ્યા હતા.

ચૌધરી ચરણસિંહ સ્વતંત્ર ભારતના પાંચમા પ્રધાનમંત્રીના રૂપમાં ૨૮ જુલાઇના પદ પર આરુઢ થયા. રાજનીતીમાં તેઓની સ્વચ્છ છબી હતી. તેઓ ગાંધીવાદી વિચારધારામાં માનતા. તેમને ખેડૂતોના અભૂતપૂર્વ વિકાસ માટે યાદ કરવામાં આવે છે. તેમની નીતિ ખેડૂતો તેમજ ગરીબોને ઊંચે લાવવા માટેની હતી. ભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતને સર્વોપરી સ્થાન અપાવ્યું. તેમની માન્યતા હતી કે ખેડૂત એ દેશની ધરા છે અને ધરાને મજબૂતી આપવી સરકારનું કર્તવ્ય છે. પંડિત નહેરુને એમની આર્થિક નીતિઓ પર વિશ્વાસ ન હતો, હમેશાં મતભેદ રહેતા. આ કારણે ચૌધરીજીએ પોતાની અલગ ખેડૂતના હિત માટે પાર્ટી બનાવી અને તેનું નિશાન તેમનું માનવું હતું કે ખેડૂતોને ખુશ કર્યા વગર કોઈ દેશ કે પ્રદેશનો વિકાસ ન થઈ સકે. તેઓ તેમના સાચા અર્થમાં શુભચિંતક હતા. તેમના પ્રયત્નોથી જ ‘જમીનદારી નાબૂદી બિલ’ ૧૯૫૨માં પસાર થઈ સકયું. ઇતિહાસમાં તેઓ પ્રધાનમંત્રી કરતાં ખેડૂત નેતા તરીકે વધુ જાણીતા હતા. જીવનપર્યંત ખેડૂતોના હિત માટે કરી કરતાં કરતાં ૨૯મે ૧૯૮૭માં તેમનું અવસાન થયું. ખેડૂતોના હિતને સદા ધ્યાનમાં રાખનારા સજ્જન વ્યક્તિની સ્મૃતિરૂપે ૨૩ડિસેમ્બર ૨૦૦૧થી કિસાન દિવસની ઘોષણા કરવામાં આવી.

ધરતીના તાતને મદદરૂપ થઈએ !!

પાક/ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તેનું ધ્યાન રાખીએ.

હાલના સમયમાં કિસાનને હિતમાં હોય તેવી યોજનાઓ કે નીતિઓ વધુ બનાવીએ.

પાણી માટે સુદ્રઢ વ્યવસ્થા કરીયે પાણીના અભાવે ખેતીને નુકસાન ન થાય.

સાંપ્રત સમયમાં ખેડૂતને કુદરતી ખાતરના ઉપયોગ, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા ઉત્તેજન આપીએ.

સજીવ ખેતી જેવી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડીએ. આ રીતે ખેતી કરતાં ખેડૂતને પ્રોત્સાહન પૂરું પાડીએ.

રોકડિયા પાકની ખેતી, ફૂલની ખેતી, તેમજ જમીનમાં પાક બદલીને વધુ ઉપજ લેવી તેવી માહિતી પૂરી પાડીએ. નવી ટેક્નોલોજીનો ઉપયોગ તેમને શીખવીએ. ખાતરની માહિતી આપીએ.

સમયાંતરે ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરો યોજીએ. તેમને પડતી મુશ્કેલી, તકલીફોનું નિવારણ કરવા પ્રયત્નશીલ બનીએ. તોજ આપણે આપણાં દેશની ધરતીમાં સોના, હીરા, મોતી જેવી ઉપજ અને દેશમાં હરિયાળી ક્રાંતિ લાવી શકવા સક્ષમ બનીશું.

 

Tags: 
Author
Shuchi's picture