ભૂતેશ્વરમાં સખી સંગિની દ્ધારા સક્ષમ બને છે કિશોરીઓ!

Printer-friendly version

“દરેક કિશોરી જાગૃત અને તંદુરસ્ત બને, જેથી એક સુંદર સમાજનું નિર્માણ થાય.” આ ઉદ્દેશ્યને પાર પાડવા સખી સંગિની દ્વારા દર મહિને ભૂતેશ્વરના મહાદેવ ફળિયામાં કિશોરીઓને આરોગ્ય, શિક્ષણ અને માનસિક રીતે સરભર થવા માટે તાલીમ આપવામાં આવે છે. તદુપરાંત કિશોરીઓ ઘરેલુ હિંસાનું ભોગ ન બને તે માટે કાયદાની જાણકારી પણ આપવામાં આવે છે.
તાલીમમાં કિશોરીઓને આરોગ્ય અને ઘરેલુ હિંસા અંગેના કાયદાને પી.પી.ટી. અને ચાર્ટપેપર દ્ધારા માહિતગાર કરવામાં આવે છે. આંગણવાડીમાંથી કિશોરીઓને મળતો પોષ્ટિક આહાર અને યોગ્ય સમયે રસીકરણ વગેરેની માહિતી આપવામાં આવે છે. આ સંપૂર્ણ તાલીમનું આયોજન ઉત્કંઠાબેન, મીનાક્ષીબેન, આરતીબેન અને રૂકયાબેન દ્ધારા કરવામાં આવે છે. તેમના કહ્યા પ્રમાણે, “આજની કિશોરી કાલની માતા બનવાની છે. તેથી તેને પોતાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જાળવું જરૂરી છે. જે આગળ વધતાં એક તંદુરસ્ત અને સુંદર સમાજનું નિર્માણ કરી શકશે” તાલીમમાં સ્ત્રીરોગો અને તેના ઉકેલની જાણકારી, ગાયનિકલ માહિતી, સ્ત્રીઓના આરોગ્ય અને કાયદાના અધિકારો વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.
આ તાલીમમાં ભાગ લેનારી કિશોરીઓ જણાવે છે કે,”અમને આ તાલીમો દ્ધારા સ્ત્રીરોગો અને તેના ઉકેલ, ઘરેલુ હિંસા રોકવાનો કાયદો અંગેથી માહિતગાર થયા છીએ, તેમજ આંગળવાળીમાંથી મળતા પોષ્ટિક આહારનો પણ સમયસર લાભ લઈએ છીએ.”

Author
mayur.maheswary's picture