ભુજમાં સખીસંગિની દ્વારા ઉજવાયો 'મમતા દિવસ'!

Printer-friendly version

મહિલા સશક્તિકરણની વિવિધ પ્રવૃત્તિઓ કરતા ભુજના સખિ સંગિની જુથ દ્વારા શહેરના બાપાદયાળૂનગરમાં 'મમતા દિવસ'ની ઉજવણી કરાઇ હતી. ધાત્રી માતાથી લઇને તેના શીશુને પુરતું પોષ્ણ મળે તેવા આશયથી દર મહિને ઉજવાતા મમતા દિવસમાં કિશોરીઓ, બાળકો અને સગર્ભા બહેનોને પુર્વ શિક્ષણ પુરું પાડવામાં આવે છે.

સખી સંગિનીમાં જોડાયેલા બાપાદયાળુનગરના સક્રિય કાર્યકર ફાતમાબેન જતે મમતા દિવસની ઉજવણી વિશે જણાવ્યું કે, દર મહિને આવી ઉજવણી કરીને અમે જાગૃતિ ફેલાવીએ છીએ જેથી માતા અને બાળકમાં સમયસર રસીકરણ થાય તેમજ તેમને સરકારી યોજનાઓના લાભ પણ મળી શકે. આ દિવસે મુખ્ય કામગીરી ધાત્રી માતાઓ અને બાળકોને કુપોષણથી બચાવવા રસીકરણ કરવામાં આવે છે. તેમજ આંગણવાડીમાં કિશોરીઓ અને બાળકોને પોષક આહાર આપવામાં આવે છે.

આ ઉપરાંત ગર્ભવતી બહેનોને "જનનિ સુરક્ષા" જેવી સરકારી યોજનાઓ સમજાવી તેમાં જોડવામાં આવે છે જેમાં મહિલાને પ્રસુતિ પહેલાં અને બાદમાં વિવિધ રીતે રોકડ સહાય આપવામાં આવે છે. તેમજ બાળકોને પણ "ચિરંજીવી યોજના"માં જોડવામાં આવે છે. દર મહિને ૬૦ બાળકો અને ૧૦ ધાત્રી મહિલાઓ આ મમતા દિવસમાં જોડાઇ લાભાર્થી બને છે.

Author
jayanjaria's picture